Mafat Plot Sahay Yojana : પોતાનું ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ સહાય યોજના જાણો અરજી પ્રક્રિયા અને દસ્તાવેજ
Mafat Plot Yojana Gujarat: ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી જે લોકો બી.પી.એલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે. તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ યોજના માં જોઈશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
મફત પ્લોટ યોજના શું છે? | Mafat Plot Sahay Yojana
આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બી.પી.એલ યાદી માં આવતા હોઈ તેવા લોકો ને ઘરનું ઘર બનાવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ મફત પ્લોટ ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે. આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.
યોજના નો હેતુ
100 Choras Var Mafat Plot Yojna નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.જેથી જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના થી ગરીબ પરિવારના લોકો ને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે.
મફત પ્લોટ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ
મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:
- ગરીબ પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
- આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે.
- જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે.
મફત પ્લોટ સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે છે
ગુજરાત સરકાર દ્વારા ગરીબો ને મફત પ્લોટ યોજના હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજના નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:
- લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
- અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
- જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
- અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
- ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.
મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ
- BPL કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો
- SECC ના નામની વિગત
- બેંક પાસબુક
મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી | 100 Choras Var Mafat Plot Yojana
મફત પ્લોટ સહાય યોજના નો લાભ લેવા માટે “ઓફલાઈન” અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામ ના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે. ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.