PM Svanidhi Yojana Loan 2025 : પીએમ સ્વનિધિ યોજનામાં નાના વેપારી ને આર્થિક મદદ માટે 10,000 થી રૂ. 50,000 સુધીની વગર વ્યાજે લોન જાણો અરજી પ્રક્રિયા
PM Svanidhi Yojana Loan 2025 : કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ સ્વનિધિ યોજના નાના વેપારી ને આર્થિક મદદ મળી રહે તે હેતુ થી શરુ કરવામાં આવેલ છે. જેમાં નાના વેપારીઓ, રિક્ષાચાલકો અને શાકભાજી વેચનાર અને સ્ટ્રીટ વેન્ડર લોકોને રૂ.10,000 થી રૂ.50,000 સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવે છે. PM Svanidhi Loan Yojana માં અરજી કરીને, તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાને લગતી તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે. જેની મદદથી તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો.
અમે આ લેખમાં PM સ્વાનિધિ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન, PM સ્વાનિધિ યોજના લોન સ્ટેટસ, PM સ્વાનિધિ યોજના ફોર્મ pdf, PM સ્વાનિધિ યોજના છેલ્લી તારીખ વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
PM Svanidhi Yojana Loan 2025 | પીએમ સ્વનિધિ યોજના
યોજના નું નામ | પીએમ સ્વનિધિ યોજના |
વિભાગ | આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય |
લાભાર્થી | રેકડી અને લારી ના ધંધાર્થી |
મળવાપાત્ર સહાય | રૂ. 10000 થી રૂ.50,000 સુધી ની લોન |
સતાવાર વેબસાઇટ | https://pmsvanidhi.mohua.gov.in/ |
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 202 પાત્રતા ?
- પીએમ સ્વનિધિ યોજના માટે સરકાર દ્વારા ₹5,000 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
- આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 16,67,120 ફોર્મ ભરવામાં આવ્યા છે અને સબમિટ કરવામાં આવ્યા છે.
- આ યોજના અંતર્ગત શાકભાજી વિક્રેતાઓ, ફળ વિક્રેતાઓ, વાળંદની દુકાનો, મોચી તથા કપડાં ધોવાની દુકાનો જેવી નાનકડા વેપારી ને લાભ આપવમાં આવશે
- યોજનાના લાભો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પ્રાપ્ત થશે અને તેમને ઝડપથી લોન મંજૂર કરવામાં આવશે.
જરૂરી દાતાવેજો – PM Svanidhi Yojana Required Documents
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઈલ નમ્બર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પીએમ સ્વનિધિ યોજના 2025 વિશેષતાઓ
- તમે શરૂઆતમાં ₹10,000 સુધીની મફત લોન મેળવી શકો છો.
- જો લોનના હપ્તા સમયસર ચૂકવશો, તો વ્યાજ સબસિડી સાથે વધુ રકમની લોનનો લાભ આપવમાં આવશે.
- ડિજિટલ લેનદેનને પ્રોત્સાહન મળતા ફેરિયાઓને વધારાની સહાય મળી શકે છે.
- આ યોજના ઓછી વ્યાજદરે ₹50,000 સુધીની લોન સહાય પૂરી પાડે છે.
- આ યોજનાનો મુખ્ય હેતુ ઓછા વ્યાજે લોન પ્રદાન કરવો છે જેથી નાના વેપારી ને ધંધો મોટો કરવા આર્થિક મદદ મળી શકે.
મળવાપાત્ર લાભ – PM Svanidhi Yojana 2025 Benefits
- શેરી રેકડી લઈ ને ધંધો કરતાં ને ₹10,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓને તેમનો વ્યવસાય ફરી શરૂ કરવામાં મદદ મળે.
- લોન 7% ના ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.
- લોન મેળવવા માટે કોઈ કોલેટરલની જરૂર નથી, જે શેરી વિક્રેતાઓ માટે વધુ સરળ છે.
- યોજના માટે અરજી કરવા માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી.
- લોનની રકમનો ઉપયોગ શેરી વેન્ડિંગ વ્યવસાયને લગતા કોઈપણ હેતુ માટે કરી શકાય છે, જેમ કે કાચો માલ ખરીદવો, ભાડું ચૂકવવું અથવા સાધનો ખરીદવા.
- લોનની ચુકવણીનો સમયગાળો એક વર્ષનો છે, જે શેરી વિક્રેતાઓને લોન ચૂકવવા માટે પૂરતો સમય આપે છે. આ યોજના ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે અને રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરે છે.
- આ યોજના રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવી છે અને તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.
PM Swanidhi Yojana Loan 2025 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ તમારે સ્વાનિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- ત્યાં તમને Planning to Apply for Loan નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- તમારો મોબાઇલ નંબર દાખલ કરો (નોંધનીય છે કે તમારું મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ).
- તમે Check My Eligibility પર ક્લિક કરીને તમારી યોગ્યતા ચકાસી શકો છો.
- પછી Apply Loan વિભાગમાં જાઓ.
- તમારી સામે પીએમ સ્વાનિધિ યોજના એપ્લિકેશન ફોર્મ ખુલશે.
- જો તમારે ઈચ્છા હોય, તો વિકલ્પ પર ક્લિક કરીને લોન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- તમને એક જ પેજ પર પીએમ સ્વાનિધિ યોજના સંબંધિત તમામ નિયમો અને શરતો આપવામાં આવશે.
- પછી અરજીમાં માંગવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
- અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી, તેની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- જો તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ માહિતી સાચી ગણાશે તો તમારી લોન અરજી મંજૂર કરવામાં આવશે.