PM Kusum Yojana Gujarat : ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે 60 હજાર સરકાર આપશે , જાણો લાભ અને ફાયદા
PM Kusum Yojana 2025 Gujarat :પ્રધાનમંત્રી કુસુમ યોજના 2025 થી દેશના ખેડૂતો પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે. જાહેર કરાયેલી કુસુમ યોજના 2025 પણ મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી શકે છે. સૌર ઉર્જાનો 60% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. જો તમારો ખર્ચ 1 લાખ રૂપિયા છે તો સરકાર તમને 60 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપશે.
પ્રધાનમંત્રી કુસુમ યોજના એ કેન્દ્ર સરકાર ની યોજના છે આ યોજના થકી જે ડીઝલ દ્વારા ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરવો તેમજ આ યોજનાથી દેશના લોકો સૌર ઉર્જા તરફ આકર્ષાઈ એજ સરકાર નું મુખ્ય લક્ષ છે. આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસીડી પર આપવામાં આવે છે.જે ખેડૂતોને સિંચાઈ માં મદદરૂપ થાય છે અને ખેડૂતોને સૌર ઉર્જા પેદા કરવામાં ઉપયોગી થશે.
સોલાર પંપ યોજના 2025 આ પોસ્ટ માં અમે આજે પ્રધાનમંત્રી કુસુમ યોજના 2025 ના જરૂરી ડોક્યુમેન્ટ, કોણ લાભ લઈ શકે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો. તમને પુરી માહિતી માહિતી જશે પ્રધાનમંત્રી કુસુમ યોજના 2025
પ્રધાનમંત્રી કુસુમ યોજના 2025 હાઈલાઈટ
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કુસુમ યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કેન્દ્ર સરકાર દ્વારા |
વિભાગ | કૃષિ અને ઉર્જા વિભાગ |
લાભાર્થી | દેશના ખેડૂતો |
મળવાપાત્ર સહાય | સૌર ઉર્જા સંચાલિત પંપ |
સત્તાવાર વેબસાઈટ | https://pmkusum.mnre.gov.in |
પ્રધાનમંત્રી કુસુમ યોજના 2025 લાભ અને ફાયદા શું છે?
- કુસુમ સોલાર યોજના 2025 લાભ દેશના તમામ પાત્ર ખેડૂતોને આપવામાં આવશે.
- કુસુમ સોલાર યોજના 2025 ખેડૂતોને સોલાર સિંચાઈ પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
- પીએમ કુસુમ યોજના 2025 હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોને 30% સબસિડી આપવામાં આવે છે, 30% સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે
- પીએમ કુસુમ યોજના 2025 30% સરળતાથી લોન તરીકે લેવામાં આવે છે અને બાકીની 10% રકમ ખેડૂત દ્વારા આપવામાં આવે છે.
- પીએમ કુસુમ યોજના 2025 મોટો ફાયદો કે દેશના ખેડૂતોને ખેતરોની સિંચાઈ માટે વીજળીના અભાવની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે કોણ લાભ લઈ શકે
કેન્દ્ર સરકારની આ યોજના થકી દેશના ખેડૂતો ને સૌર ઉર્જા થી સંચાલિત પંપ આપવામાં આવે તો આ યોજના માટે કેટલીક શરતો નીચે મુજબ છે:
- અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- જો લાભાર્થી જંગલ વિસ્તારમાં રહેતા હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- ખેડૂત પાસે જમીન નું વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
જરૂરી ડોક્યુમેન્ટ – Required Documents
પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:
- આધાર કાર્ડ
- બેન્ક એકાઉન્ટ પાસબુક
- જમીન નું વિગત દર્શાવતું પત્રક
- મોબાઈલ નંબર
- એડ્રેસ પ્રૂફ
- પાસપોર્ટ ફોટા
- આવકનો દાખલો
- સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક
PM Kusum Yojana માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- પીએમ કુસુમ યોજના 2025 સૌ પ્રથમ તમારે તેની https://pmkusum.mnre.gov.in/ ના હોમ પેજ પર જવું પડશે,
- હોમ પેજ પર આવ્યા પછી, તમને PM કુસુમ યોજના 2025 નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
- ક્લિક કર્યા પછી, તેનું રજીસ્ટ્રેશન ફોર્મ તમારી સામે ખુલશે જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે,
- તમારે બધા જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવા પડશે અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે,
- ત્યારબાદ તમને તમારી ઑનલાઇન એપ્લિકેશનની રસીદ મળશે, જે તમારે પ્રિન્ટ કરીને સુરક્ષિત રાખવાની રહેશે.
- આ પછી તમારી અરજીનું મૂલ્યાંકન કરવામાં આવશે,
- જો બધું યોગ્ય જણાય તો તમને PM Kusum Yojana 2025 Gujarat વગેરેના લાભો આપવામાં આવશે.