રેશન કાર્ડમાંથી પરિવારના સભ્યનું નામ કમી કેવી રીતે કરવું? જાણો ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રીયા…
Rationcard Ma Nam Kami Karo : સામાન્ય રીતે રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરિકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. રેશનકાર્ડ ખુબજ ઉપયોગી સરકારી દસ્તાવેજ છે. જેમા પરિવારના દરેક સભ્યોના નામ હોય છે. રેશનકાર્ડ એટલે કે કૂપન મેળવવા માટે આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે.જેમાં જરૂરી તપાસ બાદ નવું કૂપન મળે છે. પરંતુ જેમની પાસે કૂપન છે તેઓએ પરિવારના કોઈ સભ્યનું નામ કમી કરવું હોય તો શું કરવું તે અંગે માહિતી જાણીએ
રેશનકાર્ડ નવું બનાવ્યા પછી તેમાં થોડા ઘણાં સુધારા કરવા પડે છે ઉ.દા તરીકે કોઈ પરિવાર માં કોઈ વ્યક્તિ નું મૃત્યું થઈ ગયું હોય તો તેમનું નામ રેશનકાર્ડ માં હોય છે અને તેમનું નામ કમી કરાવું હોય તો તેના માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રોસેસ છે. તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે રેશનકાર્ડ માંથી કોઈ વ્યક્તિનું નામ કેવી રીતે કમી કરાવું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે તમારે અરજી ફોર્મ નમુના નંબર 4 ભરવાનું રહેશે. જે ભર્યા બાદ આ અરજી તમારે મામલતદાર કે ઝોનલ અધિકારી આપવાની હોય છે. જેમાં જરૂરી ચકાચણી થયા બાદ તે નામ કૂપનમાંથી કમી કરવામાં આવે છે.
Rationcard Ma Nam Kami Karo જરૂરી દસ્તાવેજ
- રહેઠાણ નો પુરાવો (લાઈટબિલ અથવા વેરાબિલ)
- ઓળખાણનો પુરાવો (ડ્રાંઇવિંગ લાઇસન્સ અથવા આધારકાર્ડ)
- રેશનકાર્ડ (ઓરિજિનલ)
રેશનકાર્ડ માંથી નામ કમી કરવા ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
- જો અરજદાર રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે ઓફલાઈન અરજી કરે છે તો તેમને સૌપ્રથમ એક ફોર્મ ભરવું પડશે.
- આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
- આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ ની નકલ બીડવાની રહશે તેમજ ઓરીજનલ ડોકયુમેન્ટ પણ લઈ જવાના રહશે.
- આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી એક કે બે દિવસો પછી રેશનકાર્ડ માં નામ કમી થઈ જશે.
રેશનકાર્ડમાં નામ કમી કરવા ઓનલાઇન પ્રક્રિયા શું છે ?
રેશન કાર્ડ માં નામ કમી કરવા માટે તમે ઘરે બેઠાં પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે નીચે મુજબ છે:
- સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.
- ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી ઉપર મુજબ “Removal Of Name From Ration Card” પર ક્લિક કરવાનું રહેશે.
- “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
- ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
- ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાય કરીને સબમિટ કરવાનું રહેશે.
- ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોકયુમેન્ટ જોડીને મામલદાર કચેરીએ જવાનું રહેશે.
- જો તમે ઓનલાઈન અરજી ના કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.