ગુજરાત પોલીસ ભરતીના કેટલા ઉમેદવારોની બદલાઈ શારીરિક કસોટીની તારીખ, ફેરફારની માંગ પર લોક રક્ષક ભરતી બોર્ડે મૂક્યું ફાઈનલ લિસ્ટ
પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા માટે ઉમેદવારને પુરતો સમય મળ્યો છે. હાલ આ પરીક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ ન હોવાથી શારીરિક પરીક્ષા લેવામાં થોડો સમય લંબાયો હતો.
ગુજરાત પોલીસ ભરતીના કેટલા ઉમેદવારોની બદલાઈ શારીરિક કસોટીની તારીખ
વધુમાં તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ કરેલ છે તે ઉમેદવારોએ કોલલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે. અને તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી આગામી દિવસોમાં મુકવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક ક્ષમતા કસોટી 2025 માટેની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેની માહિતી ઓનલાઇન વેબસાઇટ પર મુકવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે ઉમેદવારોની તારીખ બદલાવામાં આવેલ છે તે ઉમેદવારોએ આપેલ માહિતી મુજબ પરીક્ષા સ્થળે જુનો કોલ લેટર લઇને શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહેશે.
ઉમેદવારો પાસ થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા
ઉમેદવારો વહેલી સવારથી શારીરિક પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર પહોંચ્યા. અમદાવાદના શાહીબાગ જે. ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાંબા સમયની મહેનત બાદ ઘણાં ઉમેદવારો પાસ થયા હોવાથી પરીક્ષા સેન્ટર પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પાસ થનારી મહિલા ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં વિશેષ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ત્યારે ઉમેદવારો પણ પરિવારના સહકારથી પડકારોને પાર કર્યાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ફેરફારની માંગ પર લોક રક્ષક ભરતી બોર્ડે મૂક્યું ફાઈનલ લિસ્ટ જુઓ
લિસ્ટ જોવા માટે : અહીં ક્લિક કરો…