Shramyogi Shikshan Sahay Yojana 2025: ધોરણ 1 થી PHD સુધીના તમામ વિધ્યાર્થીઓને રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય

WhatsApp Group Join Now
Telegram Join Now

Shramyogi Shikshan Sahay Yojana 2025: શિક્ષણ દ્વારા સમાજના નબળા વર્ગોને આગળ લાવી શકાય. જેમાં સમાજના બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોના બાળકો માટે આ યોજના બહાર પાડેલી છે. જેમાં શિક્ષણ માટે પ્રાથમિક શાળા થી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મળી રહે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના” શરૂ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ દ્વારા આજે આપણે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? આ યોજનામાં શું શું સહાય મળવા પાત્ર છે? કયાં- કયાં ડોક્યુમેન્ટ જરૂરી છે ? શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી? વગેરે ની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Shramyogi Shikshan Sahay Yojana 2025

યોજનાનું નામશ્રમયોગી શિક્ષણ સહાય યોજના
યોજના બહાર પાડનાર વિભાગનું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
કોણે સહાય મળે?ગુજરાતના બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોના બાળકોને સહાય મળશે
કેટલી સહાય મળવાપાત્ર થશે?રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય
અરજી કરવાની સતાવાર વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/ 

ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતને ધ્યાને રાખીને ઘણી બધી યોજનાઓ અમલીકૃત કરેલ છે. રાજ્ય સરકાર પણ અનેક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતો માટે આખું Ikhedut Portal બનાવેલ છે. સમાજના નબળાં વર્ગના લોકો માટે e-Samaj Kalyan Portal બનાવેલ છે. પરંતુ આજે આપણે શ્રમયોગી વિભાગ દ્વારા નવીન લોન્‍ચ કરેલ “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના” વિશે વાત કરીશું.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં શ્રમિકોના આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટેની યોજનાઓ છે. જેમાં પ્રસુતિ સહાય યોજના, ગ્રો ગ્રીન યોજના, શ્રમયોગી અકસ્માત સહાય યોજના વગેરે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે.

રાજ્ય માં બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણ માં આગળ વધી તેનું બાળક પણ ડોકટર, એન્જિનિયર બને તેવા હેતુસર તેના માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

નિયમો અને શરતો

આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલાક નિયમો અને શરતો બનાવેલ છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિકો હોવું ફરજિયાત છે.
  • પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકે નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજદારના બે બાળકોને જ આ સહાય મળશે..
  •  અરજદારને જો બે બાળકો હોય તો, તે બંને બાળકના અલગ-અલગ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.
  • બાળકોની ઉંમર વધુમાં વધુ 30 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજી કરનારને પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ (દિવ્યાંગ) હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
  • આ યોજનાનો લાભ જે-તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે
  • જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો, તે વર્ષના વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવાપાત્ર થશે નહિં.
  • જે વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેઓને આ યોજનાની સહાય મળશે નહીં.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ થઇ શકે છે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ધોરણસહાયની રકમહોસ્ટેલ સાથે
ધોરણ- 1થી 4રૂ. 500/-
ધોરણ- 5 થી 9રૂ. 1000/-
ધોરણ- 10 થી 12રૂ. 2000/-રૂ. 2500/-
આઈ.ટી.આઈ..રૂ. 5000/-
પી.ટી.સી.રૂ. 5000/-
ડિપ્‍લોમાં કોર્ષરૂ. 5000/-/-રૂ. 7500/–
ડીગ્રી કોર્ષરૂ. 10000/–રૂ. 15000/-
પી.જી.કોર્ષરૂ. 15000/–રૂ. 20,000/-
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ વગેરેરૂ. 15,000/-રૂ. 20000/-
મેડીકલ/ એન્‍જિનીયરીંગ/ એમ.બી.એ./ એમ.સી.એ./ આઇ.આઇ.ટી.રૂ. 25,000/-રૂ. 30,000/-
પી.એચ.ડીરૂ. 25,000/–

આ યોજનામાં વિવિધ લાભો થાય છે. જેમાં શ્રમિકોના બાળકોને પ્રાથમિક શાળા થી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (Ph.d) સુધીના અભ્યાસ માટે સહાય મળશે. જેમાં રૂ. 30,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય વર્ષમાં એકવાર જ મળવા પાત્ર થશે. 

શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
  • વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
  • શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
  • જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે

બોનાફાઇડ સર્ટિફિકલ્ટ નો નમુનો ડાઉનલોડ કરો

સોગંદનામુ અને સંમતિપત્રક ડાઉનલોડ કરો

Sanman Portal 2025 | સન્માન પોર્ટલ 2025

રાજ્ય  સરકાર દ્વારા શ્રમિકોના હિતને અને કલ્યાણ અર્થે  વિવિધ યોજનાઓ અમલીકૃત કરેલ છે. આ શ્રમિકોને આગવી ઓળખ ઉભી થાય અને સહાય મેળવવામાં સરળતા રહે તે માટે ઈ-નિર્માણ કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ પણ આપવામાં આવેલા છે. તેમજ શ્રમિકોને યોજનાઓમાં અરજી કરવામાં સરળતા રહે તે માટે “Sanman Portal 2025” શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા શ્રમિકો તેમની પાત્રતા ધરાવતા અને લાભ મેળવવા ઉત્સુક યોજનામાં અરજી કરી શકે છે.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં કેવી રીતે નોંધણી કરાવવી  ?

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાની સહાય મેળવવા માટે નોંધણી કરાવવાની રહેશે. આ અરજી કરવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોધણી કરાવવી પડશે. જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઈ-નિર્માણ કાર્ડ નોધણી કરાવી શકાશે અને “ઈ-નિર્માણ કાર્ડ” ઈસ્યુ થયા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વિવિધ યોજનામાં અરજી કરી શકાશે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં ઓનલાઈન અરજી પ્રક્રિયા

રાજ્યના નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબથી ઓનલાઈન અરજી કરી શકશે.

  • સૌપ્રથમ Google માં જઈને “Sanman Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યારબાદ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન દરમિયાન તમને આઈડી અને પાસવર્ડ મળશે.
  • રજિસ્ટ્રેશનમાં તમને બાંધકામ શ્રમિકની વિગતો પૂછવામાં આવશે તે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે.
  • પછી તમારે શિક્ષણ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે, તે વાંચીને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે Personal Details ભરવાની રહેશે.
  • જેમાં શ્રમિક તરીકે તમારે ઓળખ કાર્ડની વિગતો, વિદ્યાર્થીની માહિતી અને સરનામું લખવાનું રહેશે.
  • હવે તમારે Save બટન ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે Scheme Details ભરવાની રહેશે. જેમાં અભ્યાસ વિષયક વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
  • તમારા માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કર્યા બાદ નિયમો વાંચવાના રહેશે.
  • તમામ નિયમો અને શરતો પરત્વે “હું ઉપરની બધી શરતોથી સહમત છું.” તે સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે તમારી અરજી સબમિટ થઈ જશે. અને તમને અરજી નંબર મળશે. જેને સાચવીને રાખવાનો રહેશે

Leave a Comment