IAS-IPS બનવાની તક, UPSCએ બહાર પાડ્યું CSE 2025નું નોટિફિકેશન, 979 હોદ્દા પર થશે ભરતી, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

WhatsApp Group Join Now
Telegram Join Now

UPSC CSE 2025 Notification: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 22 જાન્યુઆરી 2025ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 (CSE) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પરીક્ષા એવા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ તક છે જેઓ ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વન સેવા (IFS) અને અન્ય પ્રતિષ્ઠિત સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગે છે. નોટિફિકેશન જાહેર થયા પછી ઉમેદવારો હવે UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.

આ વર્ષે UPSC એ CSE 2025 માટેનું નોટિફિકેશન વહેલું બહાર પાડ્યું છે, જે પાછલા વર્ષો કરતા પ્રમાણમાં વહેલું છે. પરીક્ષા પ્રક્રિયા વહેલી શરૂ કરવા અને ઉમેદવારોને પૂરતો સમય આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઉમેદવારોને હવે CSE 2025 માટે વિગતવાર માહિતી પત્રક, અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નનો અભ્યાસ કરવાની તક મળશે. આ માહિતી UPSC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

UPSC CSE 2025 Notification

UPSC CSE 2025 Notification: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) એ આજે ​​એટલે કે 22 જાન્યુઆરી 2025ના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) 2025 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે જ UPSC CSE 2025 માટેની અરજી પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે. ઉમેદવારો આ વર્ષનું નોટિફિકેશન, અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન માટે UPSCની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ ભરતી હેઠળ 979 જગ્યાઓ ભરવામાં આવશે અને અરજી કરવા માંગતા ઉમેદવારો 11 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.

સામાન્ય રીતે UPSC દ્વારા ફેબ્રુઆરી મહિનામાં CSE નોટિફિકેશન જારી કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે કમિશને જાન્યુઆરીમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં જ્યારે UPSC એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) માટે કુલ 1,056 જગ્યાઓ અને ભારતીય વન સેવા (IFoS) માટે 150 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ વખતે ઉમેદવારોએ ચોક્કસ સંખ્યા જાણવા માટે સંસ્થાની અધિકૃત નોટિફિકેશનની રાહ જોવી પડશે. વર્તમાન સમયમાં UPSC CSE 2024 ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે, જે એપ્રિલમાં સમાપ્ત થશે.

યુપીએસસી સીસીઇ પરીક્ષા 2025 માટે કોણ અરજી કરી શકે છે?

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે રજિસ્ટર કરાવવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક છે. આ સિવાય ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ-અલગ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

UPSC Civil Services Exam 2025 માટે અરજી ફી

વર્ષ 2024ની જેમ આ વખતે પણ CSE નોટિફિકેશનમાં મહિલાઓ, SC, ST અને બેન્ચમાર્ક અપંગતા ધરાવતા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય તમામ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તેમજ આ ફી સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાની કોઈપણ શાખામાંથી રોકડ, નેટ બૅંકિંગ વિઝા, માસ્ટર, રૂપે કાર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઇન ચૂકવી શકાશે.

છેલ્લી તારીખ અને મહત્વપૂર્ણ માહિતી

આ વર્ષે ઉમેદવારોએ 11 ફેબ્રુઆરી, 2025 સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. UPSC એ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે, અને હવે ઉમેદવારો પાસે તેમની તૈયારી શરૂ કરવાનો સમય છે. આ વખતે UPSC CSE નોટિફિકેશન વહેલું બહાર પાડવામાં આવ્યું છે જેથી ઉમેદવારોને વધુ સમય મળે અને તેઓ તેમની પરીક્ષા માટે સારી તૈયારી કરી શકે.

સરકારી સેવાઓમાં પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાને કાળજીપૂર્વક સમજવા અને તેમની તૈયારીને મજબૂત બનાવવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ અને અન્ય સ્ત્રોતોમાંથી નિયમિત અપડેટ્સ મેળવતા રહેવું જોઈએ.

પરીક્ષા 22 ઓગસ્ટ, 2025થી પાંચ દિવસ માટે લેવાશે

UPSC CSE 2025 પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાશે. જે ઉમેદવારોને પ્રારંભિક પરીક્ષામાં કટ-ઓફ માર્ક્સ મળશે તેઓ જ મુખ્ય પરીક્ષા માટે પાત્ર બનશે. મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારે રહશે અને 22 ઓગસ્ટ, 2025 થી પાંચ દિવસ માટે લેવામાં આવશે.

આ પરીક્ષા માટે કોણ કેટલી વખત અરજી કરી શકે છે?

યુપીએસસી સીસીઇ પરીક્ષા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો 6 પ્રયત્નો માટે પાત્ર છે. જ્યારે ઓબીસી અને પીડબલ્યુબીડી કેટેગરીના ઉમેદવારોને 9 પ્રયત્નો મળે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટેના પ્રયત્નોની સંખ્યામાં પણ છૂટછાટ છે.

UPSC CSE 2025 માટે કેવી રીતે અરજી કરશો

  • યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારો નીચેના સરળ પગલાં દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2025 માટે ઑનલાઇન અરજી કરી શકશે. 
  • UPSCની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જાઓ. 
  • હોમ પેજ પર UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા 2025 માટે નોંધણી લિંક પર ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે જ્યાં તમારે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • સાવધાનીપૂર્વક અરજી ફોર્મ ભરીને અરજી ફી ચૂકવો.
  • બધી માહિતી ભર્યા પછી “Submit” બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મ પેજ ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

UPSC CSE Exam Notification 2025

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 22 જાન્યુઆરી 2025ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 (CSE) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે નોટિફિકેશન જુઓ : અહીં ક્લિક કરો

Leave a Comment