Vahli Dikri Yojana: વ્હાલી દીકરી યોજના અંતર્ગત રૂપિયા 1,10,000 મળશે, અરજી ફોર્મ, ડોક્યુમેંટ્સ અને અરજી પ્રક્રિયા
Vahli Dikri Yojana 2025 : વ્હાલી દીકરી યોજના 2025 ફોર્મ ક્યાં મેળવવું? અને ક્યાં ભરવું? | Vahli Dikri Yojana Online Application Process | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કઈ કચેરીનો સંપર્ક કરવો? | Download New Vahali Dikari Yojana Application Form PDF આ લેખમાં વહાલી દીકરી યોજના વિશેની માહિતી જાણવા મળશે જેમ કે યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની પ્રક્રિયા, યોજનાના લાભો અને અન્ય ઘણી સંબંધિત વિગતો. જેથી આ આર્ટીકલ અંત સુધી વાંચજો.
Vahli Dikri Yojana Gujarat
યોજના નું નામ | વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર |
યોજના નો ઉદેશ્ય | કન્યા બાળજન્મને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી |
યોજના ના લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
અરજી નો પ્રકાર | ઓફલાઈન |
Official Website | https://wcd.gujarat.gov.in |
વહાલી દીકરી યોજના | Vahali Dikri Yojana in Gujarati
ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારે ગુજરાતની છોકરીઓ માટે આ યોજના શરૂ કરી છે, જેમાં લાભાર્થીઓને રૂ .110000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે.
ગુજરાત સરકારની આ પહેલ અન્ય રાજ્યો માં પણ કરવામાં આવી છે જેવી કે હરિયાણા લાડલી યોજના, કર્ણાટક ભાગ્યશ્રી યોજના, રાજસ્થાન રાજ શ્રી યોજના, મહારાષ્ટ્ર માંઝી કન્યા ભાગ્યશ્રી યોજના, મધ્યપ્રદેશ લાડલી લક્ષ્મી યોજના અને પશ્ચિમ બંગાળ કન્યા પ્રકલ્પ યોજના જેવી જ છે.
ગુજરાત વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ
Vahali Dikri Yojana નો ઉદેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે.
વ્હાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગુજરાત વહાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવશે, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપશે.
- મહિલા સશક્તિકરણ.
- છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
- શાળાઓમાંથી છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો.
- સમગ્ર રાજ્યમાં છોકરીઓ ના પ્રમાણમાં સુધારો.
- બાળલગ્ન અટકાવવા માટે
ફાયદા અને વિશેષતાઓ
- સંપૂર્ણપણે સરકારી ભંડોળ ધરાવતી યોજના
- ઓફલાઇન અરજી પ્રક્રિયા
- રૂ .110000/- ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવશે
- Vahali Dikri Yojana માટે લાભો સીધા લાભાર્થી ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
સહાયમાં હપ્તા અંગેની વિગત | કેટલી અને ક્યારે સહાય મળશે? |
પ્રથમ હપ્તા પેટે | લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે. |
બીજો હપ્તો પેટે | લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
છેલ્લા હપ્તા પેટે | દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ. |
લાભાર્થીની પાત્રતા
આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
- માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
- માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
- સ્વ-ઘોષણાનો નમૂનો
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે. જે અન્વયે Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે. હવે, એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.
વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?
મિત્રો વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેમના Digital Gujarat Portal ના SSO લોગિન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.
વ્હાલી દીકરી યોજના 2025 ની ઓનલાઈન અરજી પ્રક્રિયા
વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે.
- સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
- જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
- ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
- ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
- છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?
- VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રામ્ય પંચાયત ખાતે
- તાલુકા મામલતદાર ઓપરેટર તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે.
- જિલ્લા કક્ષાએ ઓપરેટર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.